સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ગોંડલ જુથસેવા સહમંડળીના ભવન ''સહકાર સરિતા''નું શુક્રવારે લોકોર્પણ

ગોંડલ, તા.૨૦: રાજકોટ ડીસ્ટ્રીક કો ઓપરેટિવ બેન્ક, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ગોંડલ જુથ સેવા સહકારી મંડળી ના સંયુકત ઉપક્રમે ગોંડલ ખાતે નવનિર્મિત ઓફિસ ભવન સહકાર સરિતા નું લોકાર્પણ, અકસ્માત વીમા ચેકોનું વિતરણ તેમજ ખેડૂત શિબિરનું આયોજન આગામી તારીખ ૨૬ શુક્રવારે ૩:૩૦ કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ જેતપુર રોડ ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.

સહકાર સરિતા ઓફિસ નું ઉદદ્યાટન રાજયના કેબિનેટ મંત્રી અને આર ડી સી બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા ના હસ્તે કરવામાં આવનાર છે તેમજ ઉપરોકત ત્રિવિધ કાર્યક્રમનું ઉધ્ઘાટન મગનભાઇ વડાવીયા વાઇસ ચેરમેન આર ડી સી બેન્ક ના હસ્તે કરવામાં આવનાર છે આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, નાફેડના ચેરમેન વાદ્યજીભાઈ બોડા, ગોંડલ એપીએમસીના ચેરમેન જયંતિભાઈ ઢોલ, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના ગોવિંદભાઈ રાણપરીયા, આર ડી સી બેંકના મેનેજિંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા  હાજર રહેનાર છે. તેમ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ ચીફ એકિઝકયુટિવ ઓફિસર પ્રદીપભાઈ વોરા આર ડી સી ના જનરલ મેનેજર વી એમ સખીયા તેમજ ગોંડલ જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ રૈયાણી ની યાદીમાં જણાવાયું છે.

(12:03 pm IST)