સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ભાવનગર : સરદાર યુવા મંડળ દ્વારા ૬૦ બહેનોને વિનામુલ્યે સિલાઇ મશીનનો વિતરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર તા.૨૦ : શહેર અને જીલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃતિઓ કરતા સરદાર યુવા મંડળ દ્વારા ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગુજરાત સરકાર ગાંધીનગરના સહયોગથી ભાવનગર શહેર અને ગારીયાધાર શહેરમાં નાળિયેરી રેસા તાલીમ વર્ગ યોજાયેલ. આ તાલીમ વર્ગની ૬૦ બહેનોને વિનામુલ્યે સિલાઇ મશીનો અને પગલુછણીયાના મશીનોનું વિતરણ કાર્યક્રમ અને પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત જીતુભાઇ વાઘાણી તથા ઉપસ્થિત મહેમાનોને હસ્તે દિપપ્રાગટય કરેલ તેમજ સ્વાગત પ્રવચન મંડળના પ્રમુખ ભરત મોણપરાએ કરેલ. ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગીક પ્રવચન પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાાણીએ કરેલ. તેઓ સરદાર યુવા મંડળની કામગીરીને બિરદાવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોમાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નગરસેવકો ઉર્મિલાબેન ભાલ, કીર્તીબેન દાણીધારીયા, દિવ્યાબેન વ્યાસ, ડી.ડી.ગોહેલ, કુલદીપ પંડયા, સહદેવ પરમાર, જશુભા ગોહેલ, રામદેવસિંહ ગોહિલ, ગારીયાધારથી પૂર્વ ન.પા.ઉપપ્રમુખ રમેશ વાજા, પૂર્વ સદસ્ય આલજીભાઇ ખીમસુરીયા, ખોડાભાઇ કંટારીયા, નરેન્દ્રસિંહ જાડેજા તેમજ ભાવનગર મહાનગરપાલીકાના મેયર મનભા મોરી સહિત ઉપસ્થિત રહેલ. તેઓના હસ્તે લાભાર્થી બહેનોને સિલાઇ મશીનો, પગલુછણીયાના મશીનો વિતરણ કરેલ.

(12:02 pm IST)