સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

સોનગઢમાં વિરાટ બાહુબલી પ્રતિમાનું આરોહણ

ઇશ્વરીયાઃ ગુરૂદેવ કાનજી સ્વામી તથા બહેનશ્રી ચંપાબેનના ધર્મપ્રભાવના ઉદયે સુવર્ણપુરી સોનગઢમાં બાહુબલી મુનીવરની પ્રતિમા આરોહરણ થઇ છે. ગ્રેનાઇટના અખંડ ૪૦૦ ટન વજનના પથ્થરમાંથી કંડારાયેલ આ ભવ્ય દિવ્ય અને વિરાટ પ્રતિમા સ્થાપિત કરતા ઘણા કષ્ટો પછી જયજયકાર થયો છે. જો કે વિવિધ પૂજા અર્ચનાની વિધી તો હવે પછી યોજાશે. તસ્વીરમાં બાહુબલીની વિરાટ પ્રતિમા નજરે પડે છે. તસ્વીરઃ મુકેશ પંડિત(૧૧.૪)

(12:00 pm IST)