સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

પ્રભાસ પાટણ સામુદ્રી માતાજીના મંદિરે રાસગરબા

પ્રભાસ પાટણઃ પ્રભાસ પાટણ મેઇન બજારની બાજુમાં પ્રાચીન સામુદ્રી માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિરે વર્ષોની પરંપરા મુજબ નોરતા બાદ અગીયારસના રોજ કોળી વાડાની તમામ ગરબી મંડળો દ્વારા એક સાથે રાશ ગરબા યોજાય છે. આ રાશ ગરબોમાં જુદી-જુદી વેશ ભૂષા સાથે આ રમે છે જેમાં તાલી રાશ, માના ગરબા ગાવામાં આવે છે આ આયોજન સામુદ્રીમાં મિત્ર મંડળ, મોટા કોળી વાડાનાં પટેલ કાનાભાઇ ગઢીયા, કોળી સમાજના સભ્યો કરે છે તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ) (૧૧.૩)

(11:53 am IST)