સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ભાણવડ તાલુકા પેન્સનર સમાજની સામાન્ય સભા યોજાઇ

ભાણવડઃ તાલુકા પેન્સનર સમાજની સામાન્ય સભા સુખનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નિવૃત કર્મચારીઓના એક વાર્ષિક પારિવારિક મિલનના માહોલમાં યોજાયેલ સામાન્ય સભામા ઉપસ્થિત નિવૃત કર્મચારીઓએ પોતપોતાના નિવૃત જીવન પ્રફુલ્લીત અને આનંદપુર્વક વિતે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને સમુહ ભોજન લઇ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતું. તે પ્રસંગની તસ્વીરમાં ઉપસ્થિત પેન્સનરભાઇ-બહેનો નજરે પડે છે.(તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)(૧૧.૪)

(11:52 am IST)