સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

વિરપુર પાસે ટ્રકમાં દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

ઉપલેટાના કિશોર અને વિમલ આહિરની ૩.૨૮ લાખના મુદામાલ સાથે ધરપકડઃ એલસીબીનો દરોડો

તસ્વીરમાં દારૂના જથ્થા  સાથે પકડાયેલ બંને શખ્સો નજરે પડે છે.

રાજકોટ, તા.૨૩: વિરપુર નજીક રૂરલ ક્રાઇમ બ્રાંચે ટ્રકમાં દારૂ અને બિયરના જથ્થા સાથે નીકળેલ બે શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સુચના મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ એચ.એ.જાડેજા સ્ટાફના પો.હેડ કોન્સ.મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પો.કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા, રહીમભાઇ દલ તથા દિવ્યેશભાઇ સુવા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત આધારે વિરપુર નેશનલ હાઇવે ગુરૂકુળ જવાના રસ્તા ઉપરથી કિશોર રાજાભાઇ કનારા આહિર રહે. ઉપલેટા ચકલીચોરા પાસે તથા વીમલ રમેશભાઇ મકવાણા આહિર રહે.ઉપલેટા સોનલગરને ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની તથા માપ બોટલ નંગ ૨૯ કિં.રૂ.૧પ,૦૦૦/ની તથા બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/ મળી કુલ કિં.રૂ.૨૭,૦૦૦/ તથા ટાટા ટ્રક નં.જી.જે-૧૦*૫૬૪૫ તથા અન્ય મુદામાલ સાથે મળી કુલ મુદામાલ કિં.રૂ.૩,૨૭,૫૦૦/ સાથે પકડી પાડી વિરપુર પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:47 am IST)