સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

કાલે સૌરાષ્ટ્ર - કચ્છમાં શરદપૂનમની ભવ્યતાથી ઉજવણી

ગામે-ગામ રાસ-ગરબાની રમઝટ સાથે દુધ-પૌવાની મજા માણશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે શરદપૂનમની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે અને ગામે-ગામ રાસ-ગરબાની રમઝટ સાથે દૂધ-પૌવાની પ્રસાદીની મજા માણશે.

મોરબી

મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા બ્રહ્મસમાજ માટે તા. ૨૪ ને બુધવારના રોજ શરદપૂર્ણિમાની રઢીયાળી રાત્રીના રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૨૪ ને બુધવારે રાત્રે ૮.૩૦ કલાકે દવે પંચોલી વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ, શનાળા રોડ સરદાર બાગ સામે મોરબી ખાતે શરદ પૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાશે. જેમાં બ્રહ્મસમાજના પરિવારોએ પધારવા પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ ધ્યાનેશ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીની યાદીમાં જણાવ્યું છે.

શનાળા

મોરબી અને ટંકારામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૨૯ વર્ષથી શરદ પુનમ નિમિતે હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા મુજબ તા. ૨૪ ને બુધવારે શરદ પૂર્ણિમાના દિવસે ૩૦ માં હવન યજ્ઞાદીનું આયોજન કરેલ છે. જેમાં યજમાન પદે રેવતુંભા ખુમાનસિંહ ઝાલા મેઘપર ઝાલા, અર્જુનસિંહ દિલુભા ઝાલા નાની વાવડી અને પ્રતિપાલસિંહ ગગુભા ઝાલા ખેવારીયા વાળા બિરાજશે.

ધાર્મિક મહોત્સવમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડો રુદ્રસિંહ ઝાલા, કચ્છ રાજપૂત સભા પ્રમુખ અને ધારાસભ્ય વીરેન્દ્રસિહ જાડેજા જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા અને સ્વામી આત્માનંદ સરસ્વતી ઉપસ્થિત રહેશે. જેમાં તા. ૨૪ ને બુધવારે સવારે ૮ થી ૧૨ કલાકે યજ્ઞવિધિ અને સવારે ૯.૩૦ કલાકે મહેમાનોના સામૈયા કરવામાં આવશે. આ પ્રસંગે શકત શનાળા ગામના દીકરાઓ અને દીકરીઓ દ્વારા રાસ રજુ કરાશે યજ્ઞ બાદ પ્રસાદનું આયોજન કરેલ છે. યજ્ઞના ધાર્મિક મહોત્સવમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા દરેક ઝાલા રાજપૂત સમાજના લોકોએ પધારવા આદ્યશકિત ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળાના કાર્યવાહક પ્રમુખ બાપાલાલસિંહ ઝાલા અને મંત્રી ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું છે.

(2:18 pm IST)