સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ધોરાજીમાં આરોગ્ય શિબિર

ધોરાજી : આરોગ્ય એવમ્ અધ્યાત્મ શિબિરનું દિપ પ્રાગટય ડો. રેવીનભાઇ દુધાત્રા-વિવેકાનંદ પરિવારના રાજુભાઇ એરડા ભાનુભાઇ ઠાકર-કિશોરભાઇ રાઠોડ-મુકેશભાઇ શિંગાળા-પ્રવિણભાઇ મોડાસીયા-ગોપાલભાઇ, પ્રફુલભાઇ જાની વિગેરેના વરદ હસ્તે શિબિરને ખુલ્લી મુકવામાં આવેલ. ડો.રેવીનભાઇ દુધાત્રા એ આરોગ્ય એવમ્ અધ્યાત્મ શિબિર અંગે માર્ગદર્શન આપતા જણાવેલ કે આજે ભારતમાં સોૈથી વધુ રોગોનો ભોગ લોકો બની રહયા છે અને હોસ્પિટલો ગમે તેટલી નવી બને પણ તમામ હોસ્પિટલો ભરેલ જોવા મળે છે ત્યારે આપણે સોૈએ જાગૃત થવાની જરૂર છે. શિબિરને સફળ બનાવવા માટે રાજુભાઇ એરડા-દેવાંગભાઇ પારવાણી, મુકેશભાઇ શિંગાળા, કિશોરભાઇ રાઠોડ, ગીતાબેન પટેલ, પ્રફુલભાઇ જાની, પ્રવિણભાઇ મોડાસીયા, ગોપાલભાઇ-વિમલભાઇ-દિલીપભાઇ શુકલ, મનસુખભાઇ પરબડી- વિપુલભાઇ એરડા વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.આરોગ્ય એવમ્ અધ્યાત્મ શિબિર યોજાઇ તે તસ્વીરો.(તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ, ધોરાજી)(૧.૨)

(10:55 am IST)