સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

વિરપુરમાં લેઉવા પટેલ સમાજ ભવનનું લોકાપર્ણઃ દાતાઓનું શીલ્ડ આપી સન્માન

વિરપુર તા.૨૩: નવા બનેલા લેઉઆ પટેલ સમાજ ભવનનું લોકાપર્ણ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરાયું. આ તકે ડી.કે. સખીયા, ગોરધનભાઇ ધામેલીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, નિલેશભાઇ ડોબરીયા, દિપક ગાજીપરા, જીતેન્દ્ર ચભાડીયા, રમેશભાઇ વઘાશીયા, જેન્તીભાઇ વેકરીયા, શૈલેષ હિરપરા ઉપસ્થિત રહેલ.

વિરપુરના ગાદીપતિ રઘુરામ મહારાજે હાજર રહી આર્શીવચન આપેલ આ તકે વિરપુરના લોકો જે દુર દુર રહેતા હતા તેઓ પરિવાર સાથે વિરપુર પધારેલ અને આ તકે સમાજના ઉદ્યોગપતિઓ સમાજ શ્રેષ્ઠીઓ વગેરે હાજર રહેલ હતા મહારકતદાન કેમ્પમાં રકતદાતાઓને રકતદાન કરવા બદલ સન્માનીત કરેલ અને તેઓની સેવાઓને બીરદાવી હતી. કેમ્પમાં બહેનોએ પણ રકતદાન કરેલ હતું. અને હોમાત્મક યજ્ઞ કરવામાં આવેલ અને લોકોએ દર્શનનો લાભ લીધો હતો. રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ તકે વિરપુરની દિકરી મહિલા પીએસઆઇ વઘાસીયાનું નિશાબેન ધામેલીયાએ સન્માન કરેલ હતું. અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું સન્માન ગોરધનભાઇ ધામેલીયાએ કરેલ હતું.

(10:54 am IST)