સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ધોરાજીમાં ભારત માતા સ્‍વરૂપ દર્શન તથા સ્‍વચ્‍છ ભારતના સંકલ્‍પ

ધોરાજી : હાઉસીંગ બોર્ડ ખાતે ૪૦ વર્ષ જુની શ્રી નવદુર્ગા ગરબી મંડળમાં ૩૦૦ ભુલકાઓ માતાજીના ગરબા લ્‍યે છે ત્‍યારે ૧૦ દિકરીઓએ મા નવદુર્ગાનું અને ભારત માતાનું પાત્ર ભજવી સાક્ષાત માતાજીના દર્શન સાથે સ્‍વચ્‍છ ભારતનો સંકલ્‍પ લેવડાવેલ હતો. આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશભાઇ બારોટ, મહામંત્રી સમીરભાઇ એરડા, મંત્રી કેયુર બારોટ, હેમેન્‍દ્રભાઇ એરડા વિગેરે અગ્રણીઓ ઉપસ્‍થીત રહ્યા હતાં. મહેમાનોના હસ્‍તે ૩૦૦ બાળા ભુલકાઓને ભેટ વિતરણ કરવામાં આવેલ. સમીરભાઇ એરડા, વિપુલભાઇ રાવલ, મનોજભાઇ મકવાણા, વિજયભાઇ ગઢવી, દિવ્‍યેશભાઇ અગ્રાવત, રવિભાઇ દવે, સંદીપભાઇ ગોહેલ, મહેશભાઇ બરોચીયા, અલ્‍પેશભાઇ પટેલ, અમીનભાઇ ગોહેલ વિગેરે અગ્રણીઓએ જહેમત ઉઠાવેલ હતી. ૧૦ બાળાઓએ નવદુર્ગા માતાજી અને ભારત માતાના દર્શન આપ્‍યા તે તસ્‍વીર. (તસ્‍વીર : કિશોરભાઇ રાઠોડ-ધોરાજી)

(5:01 pm IST)