સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

આટકોટના ખેડૂતો દ્વારા દેવા માફી અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવ્‍યું

તસ્‍વીરમાં દેવા માફી મુદ્‌્‌ે આવેદન પત્ર પાઠવ્‍યુ હતું. (તસ્‍વીર : હુસામુદીન કપાસી -જસદણ)

આટકોટ તા. ર૩ :.. જસદણ તાલુકાના આટકોટ ગામનાં ખેડૂતો દ્વારા દેવા માફી અને પાક વિમા પ્રશ્‍ને ગઇકાલે જસદણ મામલતદારને આવેદન પત્ર પાઠવ્‍યું હતું.

ગઇકાલે આટકોટના પૂર્વ સરપંચ અને સેવા સહકારી મંડળીના પ્રમુખ સુરેશભાઇ ખોખરીયાની આગેવાની હેઠળ આટકોટના ખેડૂતો આટકોટથી જસદણ મામલતદાર કચેરએ બાઇક રેલી લઇ જઇ જસદણના ઇન્‍ચાર્જ મામલતદાર ધાનાણીને આવેદન પત્ર પાઠવ્‍યું હતું.

આવેદન પત્રમાં જણાવ્‍યા મુજબ ચાલુ વર્ષે પાકની જરૂરીયાત કરતા ઓછો વરસાદ થયો હોય ખેડૂતો માટે આ વર્ષ નબળુ હોય જસદણ તાલુકાને દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરવા તેમજ પાક વીમો અને કર્ઝ માફી આપવા માંગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે રાજય સરકારે વિંછીયા તાલુકાને અછત ગ્રસ્‍ત જાહેર કર્યો છે.

આવેદન પત્ર દેવામાં આટકોટના ધીરૂભાઇ ખોખરીયા, નરેશભાઇ હીરપરા સહિત સુરેશભાઇ ખોખરીયાની આગેવાની હેઠળ અનેક ખેડૂતો જોડાયા હતાં.

(10:44 am IST)