સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

ખેડૂતોના વિવિધ પ્રશ્ને ભાવનગરમાં સંમેલન યોજાયું

 

ભાવનગર :ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક દ્વારા સંમેલન યોજાયું હતું. જેમાં સિંચાઈના પાણી, નકલી બિયારણો, બિયારણોના વધતા ભાવ, પાક વીમો સમયસન મળતો જેવા ખેડૂતોને સતાવતા પ્રશ્નોને લઈને ચર્ચા થઈ હતી.

 

  ઉપરાંત ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ઓછો વરસાદ થયો છે ત્યારે તેને અછતગ્રસ્ત જાહેર કરવા માગ ઉઠી છે. સભામાં ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારું, કનુભાઈ કલસરિયા, ડિસ્ટિક બેન્કના ચેરમેન નાનુંભાઈ વાઘાણી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં

(12:55 am IST)