સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ચુડાના કુડલા ગામે પાંચ ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો

સૌની યોજનામાં ચાલુ પાણી બંધ કરવા મામલે રકઝક થતા કેરોસીન છાંટ્યું

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કુડલા ગામે પાંચ ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ,જાણવા મળ્યા મુજબ  સરકારની સૌની યોજનાની પાઈપલાઈનમાં ચાલુ પાણી બંધ કરવા મામલે રકઝક થતા ખેડૂતોએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જોકે પોલીસે આપઘાતનો પ્રયાસ નિષ્ફળ બનાવી ખેડૂતોની અટકાયત કરી છે.

  એસ.આર.પી. અને પોલીસ દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ થયો છે. મોટી સંખ્યામાં કેનાલ પર એકઠા થયેલા ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

(11:26 pm IST)