સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

વેરાવળ તાલુકામા મગફળી કાઢવાની શરૂઆત સતત વરસાદને કારણે ખૂબજ ઓછો ઉતારો

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કાઢવાની  શરૂઆત કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે આ કામગીરી વધતી જશે આ બાબતે નાવદ્રા ગામ ના પ્રગતિશીલ ખેડૂત રામસીંગ ભાઈ ચૂડાસમા એ જણાવેલ કે આ વર્ષ સતત વરસાદ ને કારણે મગફળી રોગચાળો ને કારણે ઓછો ઉતારો છે તસ્વીરમાં મગફળી કાઢી રહેલ ખેડૂતો નજરે પડે છે

(11:24 pm IST)