સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

સમગ્ર પળથ્‍વી ઉપર દિવસ અને રાત સરખા

આજે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉગ્‍યોઃ ધીમે ધીમે દિવસ ટૂંકો થતો જશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: આજે ૨૩ સપ્‍ટેમ્‍બર અને શુક્રવારના દિવસે વધુ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, અને આજે રાત્રી અને દિવસ બન્ને સરખા થશે. આજે સૂર્ય પૂર્વ દિશામાં ઉગ્‍યો છે, અને ધીમે ધીમે દિવસ ટૂંકો થતો જશે, તેમજ રાત્રી મોટી થશે.

સૂર્ય હંમેશા એક ની એક જગ્‍યા ઊગતો દેખાતો નથી, શિયાળા માં દક્ષિણ તરફ ખસી ને ઊગતો દેખાય છે, જ્‍યારે ઉનાળા માં તે ઉત્તર તરફ ઊગતો દેખાય છે.

સૂર્ય  જ્‍યારે પોતાની વાર્ષિક આકાશી યાત્રા રવિમાર્ગ-કાંતિવળત ઉપરથી ઉત્તર તરફ છે, ત્‍યારે તે આકાશી વિષુવવળત ને બે બિંદુ આગળ છેદે છે. આ બંને દિવસો એ સૂર્ય કિરણો ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ સુધી પળથ્‍વી ના બે સરખા ભાગ પાડી દે છે. જેથી આ દિવસ દરમિયાન પળથ્‍વીના દરેક ભાગમાં દિવસ અને રાતની લંબાઈ સરખી બને છે.

ખગોળની ભાષામાં કાંતિવળત અને વિષુવવળત એક બીજા ને છેદે છે તે દરેકને સંપાતબિંદુ ( ઇકયુઈનોક્‍સ ) કહેવાય છે.

સૂર્ય જ્‍યારે રવિમાર્ગ ઉપર પોતાની દક્ષિણથી ઉત્તર તરફની વાર્ષિક યાત્રા તરફ આગળ વધે, ત્‍યારે એના મેષ રાશિ વેશ વખતે તે આકાશી વિષુવવળત ને એક બિંદુ આગળ છેદે છે. જેને વસંતસંપાત કહેવામાં આવે છે. આ ઘટના ૨૧ માર્ચ આસપાસ બને છે.

એજ પ્રમાણે સૂર્ય જ્‍યારે રવિમાર્ગ  ઉપર પોતાની ઉત્તર થઈ દક્ષિણ તરફની વાર્ષિક યાત્રા તરફ આગળ  વધતાં એના તુલા રાશિ પ્રવેશ વખતે તે આકાશી વિષુવવળતને એક બીજા બિંદુ પાસે છેદે છે જેને શરદસંપાત કહેવાય છે. આ ઘટના ૨૩ સપ્‍ટેમ્‍બર ની આસપાસ બને છે.

આથી ૨૧ માર્ચ વસંતસંપાત  અને ૨૩ સપ્‍ટેમ્‍બર શરદસંપાતના દિવસો એ દિવસ અને રાત્રિ ની લંબાઈ સરખી હશે. એટલેકે સૂર્યોદય અને સૂર્યાસ્‍ત વચ્‍ચેનો સમયગાળો સરખો અને ૧૨ કલાકનો રહેશે.

  આજે ૨૩ સપ્‍ટેમ્‍બર ના રોજ સૂર્ય બરાબર સાચી પૂર્વ દિશા માં ઉગશે ત્‍યાર પછી ના દિવસો દરમ્‍યાન સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસી ને ઊગતો દેખાશે. વધુ માં વધુ ૨૩.૫ અંશ દક્ષિણ તરફ ખસશે, તે દિવસ વર્ષ નો ટુંકામાં ટુંકો દિવસ હોય છે. આ ઘટના ૨૨ ડિસેમ્‍બર ની આસપાસ હોય છે. જામનગર શહેર જિલ્લાની ખગોળ પ્રેમી જનતાએ આ અલૌકિક ખગોળીય ઘટનાની સ્‍વયંભૂ અનુભૂતિ કરવા અનુરોધ કરાયો છે. તેમ કિરીટ શાહ ખગોળ મંડળ, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

(1:38 pm IST)