સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

કેશોદના દવે પરિવાર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ સંપન્ન

વિદ્વાન ભાગવત કથાના પ્રખર વકતા ડો. મહાદેવ પ્રસાદ શાષાીજીએ જણાવ્‍યું કે સ્‍વ. કિશોરભાઇ દવે ચોક્કસ કોઇ પુણ્‍યશાળી જીવ હશે કે જેને પગલે અહીં સંતો મહંતો ભાગવત કથાકારો અને મહાનુભવો રોજ કથા શ્રવણ કર્યુ

(કિશોરભાઇ દેવાણી દ્વારા)  કેશોદ, તા.ર૩ : કેશોદમાં સ્‍વ. કિશોરભાઈ દવે તથા તમામ પિતળમોક્ષાથે ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુણૉહુતી પ્રસંગે વ્‍યાસપીઠ પરથી  સ્‍વ. કિશોરભાઈ નાનાલાલ દવે અને દવે પરિવાર ના પિતળઓને સાત દિવસની કથા નું ફળ અપૅણ કરતી  વેળાએ પુજ્‍ય વક્‍તાશ્રી એ જણાવ્‍યું હતું કે અહીં ભાગવત કથા દરમિયાન જે કાંઈ વાંચન થયું હતું  તેને પુરા ભાવ સાથે સ્‍વ. કિશોરભાઈ દવે અને તમામ પિતળઓને અપૅણ કરૂ છું અને અમારા આ કાયૅને આપ સ્‍વીકારશો તેમ કહેતાં તેમણે  સ્‍વ. કિશોરભાઈ દવે યાદ કરી શ્રધ્‍ધાંજલી આપતાં જણાવ્‍યું હતું કે તમારે જવાનો સમય ન હતો છતાં આપ અમને બધા છોડી જતાં રહ્યા છે ત્‍યારે આપ અત્‍યારે કયાં છો તે અમને ખબર નથી પરંતુ જે કોઈ જગ્‍યાએ આપ હશો ત્‍યાંથી આપ ચોક્કસ રાજી થઈ અમને આપનો રાજીપો વ્‍યક્‍ત કરી રહ્યા હશો અને અમને જોઈ રહ્યા હશો  ત્‍યારે મારે ભાગવત સપ્તાહ આપને સમર્પિત કરતાં માત્ર એટલું જ કહેવું કે હે જીવાત્‍મા આપ જ્‍યાં હોવ ત્‍યાંથી આપના પરિવારને આશિર્વાદ આપજો અને અમોએ જે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા આપની પાછળ કરી છે તેનો સ્‍વીકાર કરશો અને આ દવે પરિવાર ને આપના આશીર્વાદ આપશો તેવા પુરા ભાવ સાથે દવે પરિવાર વતી હું વ્‍યાસપીઠ પરથી આપ સહુ ને યાદ કરી આ કથા આપને અપૅણ કરૂ છું તેમ અંતમાં વક્‍તા મહાદેવ પ્રસાદ શ્રી એ જણાવ્‍યું હતુ.

(1:33 pm IST)