સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

મોરબી પાલિકા ટીમ દ્વારા પ્લાસ્ટિક ગ્લાસ-ઝબલા સહિતનો જથ્થો જપ્ત

 મોરબીઃ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા નવાડેલા રોડ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકના ઝબલા ૫૦ કિલો, પ્લાસ્ટિક ગ્લાસ ૩૧ પેકેટ, પ્લાસ્ટિક ચમચી ૨૯ પેકેટ, પ્લાસ્ટિક પાન પીસ ૧૦ પેકેટ, પ્લાસ્ટિક દુધની થેલી બેગ ૫ પેકેટ અને પ્લાસ્ટિક સ્ટ્રો ૩ પેકેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારને ૧૫૦૦ રૂ દંડ ફટકારવામાં આવ્યો છે.

(1:24 pm IST)