સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

મોરબી જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓની હડતાલની ચીમકી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : આઉટસોર્સ કર્મીઓએ કાયમી કરવા તેમજ કાયમી કર્મચારીઓ તરીકેના તમામ હક્ક હિસ્‍સા આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી હડતાલનું અલટીમેટમ આપ્‍યું છે.

 મોરબી જિલ્લામાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્‍ય પગાર નીતિ બનાવવા સહિતની પાંચ માંગણીઓને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. આઉટ સોર્સના તમામ કર્મચારીઓએ કાયમી કરવા તેમજ કાયમી કર્મચારીઓ તરીકેના તમામ હક્ક હિસ્‍સા આપવાની માગણી પુરી કરવા તંત્ર અને સરકારને તા.૨૫ સુધીનું અલટીમેટમ આપી જો પ્રશ્‍નોનું નિરાંકરણ તા.૨૬ના રોજ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાની ચીમકી પણ ઉચ્‍ચારવામા આવી છે. પ્રાંત અધિકારીને અપાયેલ આવેદન પત્રમાં જણાવ્‍યું છે કે ગુજરાત સરકારની અંદર કામગીરી કરતા તમામ કરાર આધારિત આઉટ સોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારી જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે, કાયમી કર્મચારીઓને મળતી રજાઓના લાભો, મેડિકલ કરવાના લાભો, એલટીસી અને જીવન વીમા ના લાભો આપવામાં આવે,સરકારી કર્મચારીઓને મળતા જી પી એફ અને સીપીએફના લાભો આપવામાં આવે , તમામ આવા કર્મચારીઓની સેવાપોથી નિભાવમાં અને તમામ લાભોની તેમાં નોંધ લેવામાં આવે,રાજ્‍યની તમામ લાંબા ગાળાની જગ્‍યાઓ અને યોજનામાં આઉટ સોર્સ ના થાય અને તેવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવવામાં આવે.

(1:16 pm IST)