સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

દામનગરની મણીભાઇ સાર્વજનિક પુસ્‍તકાલયને ભેટ

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા.૨૩ : લાઠી સંતોક બા મેડિકલ સેન્‍ટર લાલજીદાદા ના વડલા ખાતે શ્રેષ્ટિ ગોવિંદભાઈ ધોળકિયાના જીવન કવનને તાદ્રશ્‍ય કરાવતા વિદ્વાન લેખક સંપાદક અરુણકુમાર તિવારી અને કમલેશ યાજ્ઞિકની કલમે આલેખાયેલ પુસ્‍તકની  મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલય ને ભેટ અર્પણ કરાય અનેક વિધ સેવા પ્રવળત્તિ થી સુવિખ્‍યાત ગોવિદકાકા નામ થી જાણીતા ડાયમંડ કિંગ રામકળષ્‍ણ એક્‍સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ભગતના આદર્શ આચરણો સિદ્ધાંત સંઘર્ષ પરિશ્રમ ગીતાના શ્‍લોક (કર્મસ્‍તુ કૌશલ્‍યમ) સર્વની કુશળતા જ ધર્મ છે તેમ કર્મ કરતા રહોના સિદ્ધાંત ના હિમાયતી  ઉત્તમ આચરણ થી ગમે તેવા કપરા સમયમાં ભગવતગીતામાં બતાવ્‍યા પ્રમાણે શ્રેષ્ટતમ મનુષ્‍ય જીવનની પગદંડી કંડારી  આપબળે આગળ વધી હજારો હાથને હુન્નર કૌશલ્‍ય અને ઉત્તમ શીખ આપનાર ગોવિદભાઈ ધોળકિયાનું જીવન ચરિત્ર ‘‘હીરા હૈ સદા કે લિયે''હીરો કદી નાશ પામતો નથીના સ્‍લોગન થી ઇન્‍ટરનેશનલ પ્રકાશન સંસ્‍થા દ્વારા પ્રકાશિત પુસ્‍તક માં એક સામાન્‍ય ખેડૂત પરિવારમાં જન્‍મી ભાગવત ગીતાના સિદ્ધાંતોના ઉત્તમ આચરણ થી ઉન્નત થયેલ ગોવિદભાઈ ધોળકિયાની સામાજિક સંરચના ઓ ધાર્મિક પ્રવળત્તિ ઓ વ્‍યસન મુક્‍તિ જળસંસાધન પર્યાવરણ આરોગ્‍ય શિક્ષણ સહિત ની સેવા ઓ સાથે ગોવિંદ ભગતના સમગ્ર જીવન કવન ને તાદ્રશ્‍ય કરાવતા પ્રબુદ્ધ કલમ નવેશી ઓએ નાના માં નાની બાબતો સેવાઓ સિદ્ધાંતોની નોંધ સાથે પ્રકાશિત કરેલ બાયોગ્રાફીની સંતોકબા મેડિકલ સેન્‍ટર લાલજીદાદાના વડલે  અશોકભાઈ કથીરિયા રાજુભાઈ ભુવા ગૌતમભાઈ પરમાર સહિત સંતોક બા મેડિકલ સેન્‍ટરના સર્વ કર્મચારી તબીબી સ્‍ટાફના વરદહસ્‍તે ૧૩૮ વર્ષ જૂની સાહિત્‍ય સંસ્‍થા મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલય ટ્રસ્‍ટને જાહેર હિતમાં અર્પણ કરાય હતી આ ભેટથી મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલયના તમામ ટ્રસ્‍ટી એવમ વાંચક વર્ગ રામકળષ્‍ણ પરિવાર પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કરી છીએ.

(11:44 am IST)