સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

કેશોદમાં ટ્રાફિકને અડચણરૂપ રેકડીઓ પર પોલીસની તવાઇ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩: કેશોદમાં ટ્રાફિકને અડચરણરૂપ શાકભાજીની રેકડીઓ પર પોલીસે તવાઇ બોલાવી હતી.

કેશોદમાં શરદચોક ખાતે વાહનોને અને ટ્રાફિકને અડચણ થાય તેમ રેકડીઓમાં શાકભાજીનું વેચાણ થતું હોવાથી પોલીસ દોડી ગઇ હતી. પોલીસે ઇલીયાસ મહીડા, ઇમરાન ઢોલરીયા, વિઠ્ઠલ પીપલીયા, જયપ્રકાશ લાલવાણી અને હનીફ મહિડા સામે કલમ ૨૮૩ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.પોલીસની આ પ્રકારની કાર્યવાહી ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ રેકડીમાં શાકભાજી વેંચતા શખ્‍સોમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો.

(11:42 am IST)