News of Friday, 23rd September 2022
ચોટીલાના સુરઇમાં લાકડા કાપવાની ના પાડતાં ધનીબેન કોળી પર હુમલો
બાજુની વાડીમાં રહેતી રાજીબેને લાકડીથી ફટકાર્યા
રાજકોટ તા. ૨૩: ચોટીલાના સુરઇ ગામે રહેતાં ધનીબેન ગગજીભાઇ રેથળીયા (કોળી) (ઉ.૫૦) પર રાજીબેન શીયાળે લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. ધનીબેનના સગાના કહેવા મુજબ તેણી વાડીએ હતાં ત્યારે વાડીના શેઢે આવેલા ઝાડમાંથી બાજુની વાડીવાળી રાજીબેન લાકડા કાપતી હોઇ તેને ના પાડતાં ઝઘડો કરી લાકડીથી માર માર્યો હતો.
(11:32 am IST)