News of Thursday, 23rd September 2021
ભાવનગરમાં આજે પણ કોરોનાનો કેસ નોંધાયો: એક્ટિવ કેસની સંખ્યા ડબલ ફિગરની થઈ
છેલ્લા બે દિવસમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી
ભાવનગર : ભાવનગરમાં આજે પણ કોરોના નો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભાવનગરમાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા ડબલ ફિગરની થઈ છે.
ભાવનગરમાં ગઈકાલે કોરોના ના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભાવનગરમાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 થવા પામી છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
(8:43 pm IST)