જુનાગઢ ક્રિષ્ના હોટલ ની શુભેચ્છા મુલાકાતે વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી : ભોજન લીધું
ભેસાણ તાલુકાના ચણાકા ગામે વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સુરાપુરાદાદાના દર્શન કર્યા
જુનાગઢ:::: ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ આજે બપોરે જૂનાગઢના વડાલ હાઈવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલ ની મુલાકાત લઈને ભોજન લીધું હતું હોટેલના સંચાલક આહિર સમાજના અગ્રણી અને જૂનાગઢ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નારણભાઈ ભેટારીયા તથા નગાભાઈ કાંબલીયા એ વિજયભાઇ તથા અંજલી બેનને આવકાર્યા હતા. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામે વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ તેમના સુરાપુરાદાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ સીધા જ ક્રિષ્ના હોટલ આવ્યા હતા અને બપોરે બાજરાનો રોટલો , રોટલી , ઊંધિયું , દાળ - ભાત શાક સહિત કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો ભોજન લીધા બાદ શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી સ્વાદિષ્ટ ભોજનની પ્રશંસા કરી હતી અને રાજીપો વ્યક્ત કર્યો હતો.( અહેવાલ : વિનુ જોશી , તસવીર : મુકેશ વાઘેલા જુનાગઢ)