ધોરાજીનાં સુપેડી - ઝાંઝમેર જવાના રોડ ઉપર જુગાર રમતા ૬ ઝડપાયા
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૩ : ધોરાજીના સુપેડી-ઝાંઝમેર રોડ ઉપર જુગાર રમતા ૬ શખ્સોને ધોરાજી પોલીસ ટીમે ઝડપી પાડેલ છે.
પોલીસે અતુલભાઇ ગોકળભાઇ ગોવાણી જાતે પટેલ (ઉ.વ.પર), વિજય ધરમશીભાઇ કોરડીયા જાતે પટેલ (ઉ.વ.૪૯), નિલેશ હરીભાઇ ગોવાણી જાતે પટેલ (ઉ.વ.પ૬), નાથાભાઇ કુરજીભાઇ ગોવાણી જાતે પટેલ (ઉ.વ.૬૪), કેતનભાઇ દેવજીભાઇ ગોવાણી જાતે પટેલ (ઉ.વ.પ૦), પ્રવીણભાઇ રતીભાઇ મકવાણા જાતે પટેલ (ઉ.વ.પર) તમામ સુપેડીગામ પટેલ સમાજ પાસે ધોરાજીની રૂ. ૧૧૭૯૦ ની રોડ સાથે ધરપકડ કરી છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચનાથી એચ.એ. જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, અશોકસિંહ જાડેજા એ.એસ.આઇ. બાપાલાલ ચુડાસમા પો. કોન્સ.પ્રદીપસિંહ ચુડાસમા પો. કોન્સ. રમેશભાઇ બોદર એ.એસ.આઇ. લાલજીભાઇ જાંબુકીયા પો. હેડ કોન્સ. સહદેવસિંહ ચૌહાણ પો. કોન્સ. રાજુભાઇ કીહલા ડ્રા પો. કોન્સ. એ કરી હતી.