સામખિયાળી (કચ્છ) પાસે ૧૪ લાખનો દારૂ ભરેલ ટ્રેલર ઝડપાયુ
ભુજ તા. ર૩ :.. બોર્ડર રેન્જ આઇ. જી. પી. જે. આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ મયુર પાટીલ તરફથી જિલ્લામાં પ્રોહી, જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી. જૂગારન કેસો શોધવા પ્રયત્નીશલ હતી તે દરમ્યાન હકિકત આધારે સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નવજીવન હોટલનાં કમ્પાઉન્ડ સામખ્યાળી મોરબી નેશનલ હાઇવે રોડ સામખ્યાળી ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રેલર સાથે ટ્રક ચાલક-માલિક રામેશ્વરલાલ હરચંદરામ બીશ્નોઇ ઉ.૩૩ રહે. ખીંડાસર તા.કોલાયત, જી. બીકાનેર રાજસ્થાનને ઝડપી લીધેલ છે. જયારે (૧) સુભાષ બીશ્નોઇ રહે. જાલોડા તા. ફલોદી રાજસ્થાન (ર) વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિગેરે ફરાર છે.
આ ટ્રેલરમાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૩૬૩૬ કિ. રૂ. ૧૩,૮૧,૮૦૦, મોબાઇલ ફોન નંગ ૧ કિ. રૂ. ર,૦૦૦ ટ્રેલર નં. આર. જે. ૦૭-જીબી-૧૦૮ર કિ. રૂ. ૧પ,૦૦,૦૦૦ રોકડા રૂ. ૪,૮૧૦, તાલપત્રી, રસ્સો કિ. રૂ. ૩,૦૦૦ મળી કુલ કિ. રૂ. ર૮,૯૧,૬૧૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. આ કામગીરીમાં એમ. એસ. રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ. સી. બી. તથા એલ. સી. બી. સ્ટાફ જોડાયેલ હતો.