સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ અચોક્કસ મુદત માટે બંધ

એપ્રોચ ચેનલ સર્કલમાં પાણીની અપૂરતી ઊંડાઈને કારણે સેવા બંધ કરાઈ

 

ભાવનગરના ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસને કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ વારેઘડીએ બંધ કરવી પડે છે ત્યારે હવે ઘોઘા દહેજ ફેરી સર્વિસ ફરીવાર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે.

  જાણવા મળ્યા મુજબ દહેજ ખાતે એપ્રોચ ચેનલ સર્કલમાં પાણીની અપૂરતી ઊંડાઈને કારણે હાલ પુરતી સેવા બંધ કરવામાં આવશે. રોરોના સંચાલકો દ્વારા સેવા 24 તારીખથી બંધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

(8:56 am IST)