સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતાં દોડધામ : તંત્રએ જથ્થો કબ્જે કર્યો

ચૂંટણી કાર્ડના જથ્થાનો યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવાયા છે કેમ? ભારે ચર્ચા

અમરેલીમાં કચરા પેટીમાંથી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવ્યો છે. હાઉસિંગ બોર્ડની ગલીમાંથી કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં બિનવારસી પીવીસી ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

   મામલાની જાણ થતાં પહોંચેલા અધિકારીઓ દ્વારા ચૂંટણા કાર્ડનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

તંત્ર  દ્વારા ચૂંટણી કાર્ડના જથ્થાનો યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવાયા છે કેમ? તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. ચૂંટણી કાર્ડ રદ કરાયેલા હોય કે આઉટડેટેડ થઈ ગયા હોય તો તેનો તંત્ર દ્વારા નિકાલ કરવો જરૂરી છે.

(8:31 pm IST)