સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

આટકોટ પાસે ચોરાઉ ઈલેકટ્રીક મોટર સાથે વાદીપરાના બે કોળી શખ્સો પકડાયા

પકડાયેલ સાગર અને અજય કોળીએ મોટા દડવા, માંડવા, રામોદ, પીપળીયા તથા પાંચ તલાવડા ગામની સીમમાંથી ૯ ઈલે. મોટર ચોરી કર્યાની કબુલાત આપી

રાજકોટ તા.૨૩: આટકોટ પાસે ચોરાઉ ઈલેકટ્રીક મોટર સાથે પકડાયેલ બે શખ્સોને આટકોટ પોલીસે ઝડપી લઇ પૂછતાછ કરતા ૯ ચોરીનો ભેદ ખુલ્યો હતો.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સુચના મુજબ ગોંડલ ડી.વાય.એસ.પી. હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આટકોટ પીએસઆઇ કે.પી. મેતા તથા પ્રરો. એ.એસ.આઇ ધાર્મિષ્ઠાબેન માઢક, પ્રો. હેડ કોન્સ. રસિકભાઇ ગોંવિંદભાઇ પો. કોન્સ. હીરાભાઇ ખાભલા , પો. કોન્સ. નરેશભાઇ  રાઠોડ, , પો. કેન્સ. અરવિંદભાઇ કુમાદીયા તથા પોે. કોન્સ. ખોડાભાઇ મકવાણા, આટકોટ ગોંડલ ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ગોંડલ તરફથી એક મોટરસાયકલ ડબ્બલ સવારીમાં નીકળતા તેને ઉભુ રાખી ચેક મો.સા.મા.  બે ઈસમો. વચ્ચેના ભાગે કુવામાંથી પાણી ખેંચવાની બે દેડકો ઈલેકિટ્રક મોટર જોવા મળતા જેના આધારે પુરાવાઓ માંગતા નહિ હોવાનુ  જણાવેલ તેમજ મજકુર ઈસમનુ નામ પુછતા નં.૧ (સાગર દેવજીભાઇ સૌહાણ કોળી તથા નં.(૨) અજય પ્રવિણભાઇ માયાની કોળી રહે. બને વાદીપરા તા.કો. સા. વાળો હોવાનુ જણાવેલ મજકુર બને ઈસમો પાસેથી હીરો હોંડા કંપનીનુ મા.સા. જેના રજી નંબર  જી.જે. ૦૩ ઈ.ડી. ૦૮૦૯ વાલાની કી. રૂ. ૧૦,૦૦૦/- તેમજ ઈલેકટ્રીક મોટર નંગ-૨ની કી રૂ. ૨૦,૦૦૦/- ગણી સ.આર.પી. સી. કલમ ૪૧૧ ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર બને ઈસમોની પુછપરછ કરતા મોટા દડવા, માંડવા, રામોદ, પીપળીયા, પાંચ તલાવાળા, ગામોની સીમમાંથી ઈલેકટ્રીક મોટરની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(4:10 pm IST)