સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

હળવદના કડીયાણામાં કેનાલમાં ૩ બાળકો ડૂબ્યાઃ ર લાપત્તાઃ ૧નો બચાવ

(દિપક જાની દ્વારા) હળવદ તા. ર૩ :.. હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે આવેલ કેનાલ પાસે વાડીમાં કામ કરતા આદિવાસી પરિવારના ૧૪ થી ૧૭ વર્ષની ઉમરના ત્રણ બાળકો વિશાલ, કરણ અને કિશન કેનાલ પાસે રમી રહ્યા હતાં.

તે વખતે વિશાલ અચાનક જ કેનાલમાં પડી ગયો હતો. આથી નજર સામે જ ડૂબતા કૌટુંબિકભાઇને બચાવવા કરણ અને કિશને પણ પળવાર વિલંબ કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યુ હતું. પરંતુ વિશાલ કેનાલમાંથી બહાર નીકળી ગયો હતો.

પરંતુ કરણ ને કિશન ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. બનાવની જાણ થતા જ મામલતદાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જઇને તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી છે.

(3:36 pm IST)