સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ગાંધીધામ ભચાઉ હાઇવે ઉપર ચાલુ બાઈકે સ્ટંટ દ્વારા મોત સાથે જંગ-વાયરલ વીડીયોએ સર્જી ચકચાર

કચ્છમાં સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા સ્ટંટના એક વીડીયોએ હલચલ સર્જી છે. આ વીડીયોમાં એક યુવાન ગાંધીધામ ભચાઉ હાઇવે ઉપર ખુલ્લેઆમ મોતને હથેળીમાં રાખીને બાઇક ચલાવી રહ્યો છે. 

જેમાં એ દેખાઈ રહ્યું છે કે, મોટરસાઈકલની ક્લચ, ગીયર કે એક્સીલેટરને હાથ લગાડ્યા વગર જ આ બાઇક સવાર યુવાન બાઇક ઉભા ઉભા ચલાવી રહ્યો છે. તો, થોડી વાર રહીને તે બાઇક ઉપર આરામથી લેટી પણ જાય છે.

 આ વાયરલ વીડીયો અંદાજીત અઢી મિનિટનો છે, જે બતાવે છે કે, સ્ટંટ દ્વારા આ યુવાન મોત સાથે જંગ કરીને બાઇક ચલાવી રહ્યો છે. જોકે, અન્ય શહેરોમાં સ્ટંટના આવા જોખમી કિસ્સાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે.

 તો, ગાંધીધામ અને ભુજમાં ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવનાર બાઈકર્સ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી ચુકી છે.

(3:18 pm IST)