સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

કચ્છમાં જમાઈએ સાસુ સાથે ઉતારેલી સેક્સ ક્લિપે સર્જ્યો ખળભળાટ- પતિ અને પુત્રના દબાણને પગલે સાસુએ જમાઈ સામે કરી પોલીસ ફરિયાદ

(ભુજ)  કચ્છમાં સાસુ અને જમાઈ વચ્ચેના સંબંધોને લાંછન લગાવતા કિસ્સાએ ચકચાર સર્જી છે. પોતાની મા જેટલી આધેડ ઉંમરની સાસુ સાથે જાતીય સંબધો બાંધવા અને વળી એ સંબંધોની વીડીયો કલીપ ઉતારવી એ બન્ને ઘટનાઓ દર્શાવે છે કે વર્તમાન સમયમાં સંબંધોની ગરિમાને કેટલી હદ્દે લાંછન લાગ્યું છે. આ કિસ્સો ભચાઉનો છે,

 જેમાં આધેડ વયની મહિલાએ પોતાના જમાઈ વિરુદ્ધ પોતાની સાથે સેક્સુઅલ સંબંધો બાંધવાની અને આ સંબંધો અંગે વીડીયો કલીપ વાયરલ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ કરનાર મહિલાએ પોલીસને જણાવ્યા પ્રમાણે પોતાની પુત્રીના સગપણ બાદ તેના પતિ અને પોતાના જમાઈ સાથે પોતાની આંખ મળી જતાં બન્ને સાસુ જમાઈ વચ્ચે સંબંધોની મર્યાદા ભૂલીને સેક્સ્યુઅલ રિલેશન બાંધ્યા હતા. અવારનવાર સાસુ જમાઈએ એક બીજા સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. 

દરમ્યાન બન્ને વચ્ચેની અમુક 'અંગત' પળોને જમાઈએ મોબાઈલ ના કેમેરામાં પણ મઢી લીધી હતી. જોકે, સાસુ જમાઈ વચ્ચેનું આ સ્કેન્ડલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું તેનું કારણ બન્ને વચ્ચેના સંબંધોની સેક્સ કલીપ ફરતી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. જેને પગલે પતિ અને પુત્રએ મહિલાને દબાણ કરીને પોલીસ ફરિયાદ કરવાનું દબાણ કરતાં આ મામલો ભચાઉ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. 

ભચાઉ પીએસઆઇ એમ.કે. ચૌધરીએ સંબધિત મહિલાની ફરિયાદના આધારે આઇટી એકટ હેઠળ જમાઈ સામે પોલીસ ફરિયાદ થઈ હોવાનું અને વાયરલ થયેલ સેક્સ કલીપ સંબધિત તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

(1:35 pm IST)