સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

લીલીયા ખાતે સાધારણ સભામાં હાજરી આપતા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી તા.૨૩: લીલીયા ખાતે ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. ની ચોથી વાર્ષિક સાધારણ સભા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઈ સંદ્યાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.

સોસાયટીના સભાસદો તથા ગ્રામજનોને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીએ ૨૦૧૫ થી લઈને હમણાં સુધી વિકાસની હરણફાળ ભરી છે. દર વર્ષે સોસાયટીના સભ્યો અને વહીવટી વડાઓની કુશળતાને લીધે ખૂબ જ નફો મેળવ્યો છે. ક્રિષ્ના ક્રેડિટ સોસાયટી દ્વારા દરેક ક્ષેત્રમાં બિઝનેસ અને લાઙ્ખન પણ આપે છે. સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા દિલીપભાઈ સંદ્યાણીની કામગીરીને બિરદાવતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે અમરેલીનું નામ ગુજરાત રાજયમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોશન કરનાર દિલીપભાઈને અમરેલીની જનતા હંમેશ માટે આભારી રહેશે.

આ પ્રસંગે દિલીપભાઈ સંદ્યાણીએ જણાવ્યું હતું કે સહકારી કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય સભાસદોની સમૃદ્ઘિ અને સલામતી છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. સહકારી ક્ષેત્રેમાં વડાપ્રધાનશ્રીએ આપેલું શ્નઝ્રઠદ્ગટ સાથ સૌનો વિકાસ'નું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે. સરકાર તરફથી સહકારી પ્રવૃત્ત્િ।ને પ્રોત્સાહન મળતું રહ્યું છે. આજે વિદેશી બેંકો પણ આપણા દેશમાં આવવા લાગી છે જે દેશની જનતા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. વધુમાં ક્રિષ્ના ક્રેડિટ સોસાયટીના વહીવટકર્તાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં સોસાયટીએ જે પ્રગતિ કરી છે તે ખરેખર પ્રશંસનિય છે.

આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વદ્યાસીયા, અમરેલીના જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, કમલેશભાઈ કાનાણી, ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેનશ્રી નીતિનભાઈ ત્રિવેદી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:10 pm IST)