ચોરીના ત્રણ ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
અમરેલી તા.૨૩: અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયેે ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી ે માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. .ડી. કે. વાદ્યેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી (૧) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૭૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭, ૫૧૧ તથા (૨) બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૭૬/૨૦૧૯, ઈ.પી.કો. ક.૩૮૦, ૪૫૭, ૧૧૪ તથા (૩) બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હામાં નાસતા ફરતાં નરેશ ઉર્ફે દેતડ મધુભાઇ વાદ્યેલા, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે. અમરેલી, સાવરકુંડલા બાયપાસ, મફતપરા તા.જી.અમરેલી વાળાને ે પકડી અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપવા કાર્યવાહી કરેલ છે.