સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

જામજોધપુરમાં ૪ દાયકા જૂની વિનય વિદ્યા મંદિરમાં નાતજાતના ભેદભાવ વિના ટોકનદરે બાળકોને શિક્ષણ

જામજોધપુર તા.૨૩ : આજના યુગમાં શ્રેષ્ઠ સંસ્કારના સિંચન સાથે શહેરના સમાજ સેવક નિસ્વાર્થપણે ચલાવાતી સ્કુલ જામજોધપુરમાં દરેક સમાજના વર્ગની શાળા એટલે શ્રી સંતોકબેન નાનજીભાઇ કાલીદાસ મહેતા સાર્વજનિક બાલમંદિર ટ્રસ્ટ સંચાલીત શ્રી વિનય વિદ્યામંદિરમાં ૧૯૫૪માં સ્થપાયેલ ચાર દાયકા જૂની આ સંસ્થા કોઇપણ રીતે વેપારની દ્રષ્ટિએ નહી સદભાવના સાથે મામુલી ફીમાં ઉચ્ચકોટીનું શિક્ષણ આપે છે.

આ સ્કુલમાં નાતજાતના ભેદભાવ વગર બાળકોના ઇન્ટરવ્યુ વગર પ્રવેશ અપાઇ છે શહેરની મધ્યમાં વિશાળ હવા ઉજાશ વાળુ બિલ્ડીંગ આવેલ છે. વિશાળ વર્ગખંડો પ્રોજેકટ શિક્ષણ મંથલી મુલ્યાંકન ટેસ્ટ આધુનીક કોમ્પયુટર લેબ લાયબ્રેરી વિવિધ તહેવારો મહાનુભાવોની જયંતી, રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી ધો. ૮ સુધી કોઇપણ જાતની ફી લીધા વગર સ્પર્ધામાં ૧ થી પ નંબર આવનારને વર્ષાન્તે ઇનામ અપાઇ છે. ધો.પ થી ૮માં લેવામાં આવતી સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા પીવાના પાણીની આરઓ સુવિધાનો ૮૯ બાળકો લાભ લે છે. ખાસ આ સંસ્થા સમગ્ર શાળાનુ સંચાલન માત્ર બહેનો કરે છે. આ સંસ્થાના ટ્રસ્ટી નગરશ્રેષ્ઠી સમાજ સેવક અને શિક્ષક પ્રજાપ્રેમી છે. સમયાંતરે તેઓનું વિવિધ જાતનુ આ સંસ્થામાં મહત્વનુ યોગદાન રહેલ છે આ સંસ્થામાં ટ્રસ્ટી સાવ નિઃસ્વાર્થ કુશળ અને ઉમદા વહીવટ કરે છે.

આ સંસ્થામાં વિદ્યાર્થીઓની આજના યુગ પ્રમાણે ટોકન કહી શકાય તેવી ૫૦૦ રૂ. ફી લેવાય છે અને દરરોજ નાસ્તો તાજો પીરસાય છે. આવી આજના મોંઘવારીના યુગમાં અને નમુનેદાર માત્ર નજીવી ફી લઇને ચાલતી સંસ્થા બહુ જુજ હોય છે. જેમનો નમૂનો જામજોધપુર શહેર પુરો પાડે છે.

(1:03 pm IST)