સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ધાંગ્રધ્રામાં ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરતો ડો, પ્રજ્ઞેશ ખેડાવાળા રંગેહાથ ઝડપાયો

આરોગ્ય વિભાગની ટીમે છટકુ ગોઠવી 22 હજારમાં ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથે ઝડપી લીધા

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા ધ્રાંગધ્રાના ડો. પ્રજ્ઞેશ ખેડાવાલાને ત્યાં છટકુ ગોઠવાયુ હતુ. જેમાં ગર્ભવતી મહીલાના પેટમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કરતા ડોકટર ઝડપાઇ ગયા હતા. ધ્રાંગધ્રામા ખાનગી હોસ્પિટલ ચલાવતા ડો.પ્રજ્ઞેશ ખેડાવાળા વારંવાર વિવાદમાં ફસાતા રહે છે.

  હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતા હોવાની ફરીયાદ મળતા જિલ્લા કલેકટર કે. રાજેશની સુચનાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. પરમાર, તાલુકા આરોગ્ય અધિકાર ડો. હીરામણી રામ અને ટીમ દ્વારા ગર્ભવતી મહીલાને સાથે રાખીને ડોકટરના દલાલ દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાનુ છટકુ ગોઠવાયુ હતુ. જેમાં રૂપિયા ૨૨૦૦૦ લઈને ડો. પ્રજ્ઞેશ ખેડાવાલા મહીલાનુ ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથે ઝડપાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડી જાતીય પરીક્ષણના મશીન સિલ કરવામાં આવ્યા હતા. તપાસ આરોગ્ય વિભાગના અધિકારીઓ ચલાવી રહ્યા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. પરમારે જણાવ્યું કે, ડો. પ્રજ્ઞેશ ખેડાવાલા ગર્ભ પરીક્ષણ કરતા હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમે છટકુ ગોઠવી તેમને ઝડપ્યા હતા

ડો. પ્રજ્ઞેશ ખેડાવાલા પર ૨૧-૯-૨૦૧૮ના રોજ આદીવાસી પરીવારના જીવીત બાળકને પોલીથીનમાં નાખી ફેકી દેવાની આરોગ્ય વિભાગ દ્વારા ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ હતી.

(12:58 pm IST)