સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ મામલે ખેડૂતોનો હોબાળો : રોષે ભરાયેલ ખેડૂતોએ હરાજી અટકાવી દીધી

કપાસના ભાવ એક હજારથી વધુ નહીં કરાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો છે, અને હરાજી બંધ કરાવી છે. કપાસના પુરાં ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કપાસના ભાવ બે જ દિવસમાં 300 રૂપિયા સુધી ઘટી જતાં ખેડૂતોએ હોબાળો કર્યો છે.

  મોટી સંખ્યામાં ખેડૂતો કપાસના ઘટતા ભાવના વિરોધમાં જોડાયા છે. રોષે ભરાયેલાં ખેડૂતોએ આહ્વાન કર્યું છે કે જ્યાં સુધી કપાસના ભાવ એક હજારથી વધુ નહીં કરાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે. અહિં જાણ કરવાની કે કપાસીયા તેમજ ખોળનો ભાવ આસમાને છે પરંતુ કપાસનો ભાવ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે.

(12:21 pm IST)