સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

પોરબંદરઃ મારામારીના ગુનામાં પકડાયેલ આરોપીનો છુટકારો

પોરબંદર તા.૨૩: પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં બંદર કાંઠા ફરીયાદી નરશી માવજીભાઈ કે, જેઓ પાનની દુકાન ધરાવતાં હોય, અને આરોપી ત્યાં પાન ખાવા ગયેલ ત્યારે ફરીયાદીએ જણાવેલ કે,'મારે દુકાન બંધ કરવી છે હવે પાન નહી મળે' તેમ જણાવતાં આરોપી સેવક રામજી ચામડીયા ફરીયાદી ઉપર ઉશ્કેરાઈ ગયેલા અને ફરીયાદીને લાકડાના ધોકા વડે મનફાવે તેમ માર મારેલ અને મારી નાંખવાની ધમકી આપેલ અને ભુંડી ગાળો કાઢેલ જેથી આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ-૩૨૪ વિગેરે મુજબનો ગુન્હો સુભાષનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, અને પોલીસ દ્વારા આરોપીની ધોરણસર અટર કરી આરોપીને નામ કોર્ટમાં રજુ રાખેલ, ત્યારબાદ આરોપી વતી તેમના વકીલશ્રી જગદિશમાધવ મોતીવરસ દ્વારા આરોપીને જામીન મૂકત કરાવેલા હતા,

 ત્યારબાદ ગુન્હાનું ચાર્જશીટ રજુ થતાં કેસ નામ. કોર્ટમાં ચાલતાં આરોપીના વકીલ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલ કે, જયારે ફરીયાદીને માર મારવામાં આવેલ અને હોસ્પીટલમાં દાખલ હતા ત્યારે વિશેષ નિવેદન નોંધવા લાયક હોય તે પોલીસે નોંધેલ નથી કે, રજ રાખેલ નથી. તેમજ નજરે જોનારા કોઈ જ સાક્ષીઓ છે નહી, તેમજ ફરીયાદીને થયેલ ઈજા અંગેનું ઈન્જરી સર્ટીફીકેટ ધ્યાને લેતા તેમજ ફરીયાદીની નામ, કોટે રૂબરૂ થયેલ જુબાની જોતા પણ આરોપીએ માર મારેલ હોવા સબંધનો લેશમાત્ર પુરાવો ફલીત થતો નથી. અને એક-બીજા સાથે પાન ખાવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થયેલ હોય, અને ખરેખર કોઈ ભુંડી ગાળો આપેલ હોય કે, મારી નાંખવાની ધમકી આપેલ હોવા સબંધનો તેમજ માર મારેલ હોવા સબંધેનો લેશમાત્ર પૂરાવો રેકર્ડ ઉપર આવેલ ન હોય વગેરે દલીલો રજુ રાખતાં કોર્ટે આરોપી તરફે વકીલશ્રીએ કરેલ દલીલોને ધ્યાને લઈ આરોપી સેવક રામજી ચામડીયાને મારા-મારી કરવા સબંધેના ગુન્હા માંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ. હતા.

આરોપી તરફે પોરબંદરના  વકીલશ્રી જગદીશમાધવ મોતીવરસ રોકાયેલા હતા.

(12:18 pm IST)