સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ભાદર ડેમ ઓવરફલોઃ ર દરવાજા ખોલાયા

 ગોંડલઃ રાજકોટની જીવાદોરી સમાન ગોંડલના લીલાખા પાસે આવેલ ભાદર ડેમ ઓવરફલો થયો આજે સવારે ૭-૩૦ કલાકે ડેમ ઓરફલો થતા બે દરવાજા અડધો ફુટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમની સપાટી ૩૪ ફૂટની છે અને ચાર વર્ષ પહેલાં ભાદર ડેમ ઓવરફલો થયો હતો. આ પહેલાં રર વખત ભાદર ડેમ ઓવરફલો થયેલો છે. ભાદર ડેમ ૧૯૬૪માં બાંધવામાં આવેલો છે. ભાદર ડેમમાં કુલ ૬૬૪૦ મીલીયન ઘનફુટ પાણી સમાવવાની ક્ષમતા છે. જેની મુખ્ય કેનાલ લંબાઇ ૭૬.૬૦ કિલોમીટર છે. ડેમના કમાન્ડ એરિયામાં ૧૭૧પ૯ હેકટરમાં ૪પ ગામના ખેડૂતોને સિંચાઇનો લાભ મળે છે. જેમાં જેતપુર તાલુકાના ૧૩ ધોરાજી તાલુકાના ર૧, જુનાગઢ તાલુકાના ૭, ઉપલેટા તાલુકાના ૪ ગામડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેતપુર શહેરને ૧૯૭૪થી અને રાજકોટ શહેરને ૧૯૮૬થી ભાદર ડેમનું પાણી આપવામાં આવે છે. ભાદર ડેમ સૌ પ્રથમવાર ૧૯૬પ ની સાલમાં છલકાયો હતો. બાદમાં ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૬૮, ૧૯૭૦, ૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૩, ૧૯૮૮, ૧૯૯૪, ર૦૦ર, ર૦૦પ, ર૦૦૬, ર૦૦૭, ર૦૦૮, ર૦૧૦ માં ઓવરફલો થયો હતો. ભાદર ડેમ ૩૪ ફુટની સપાટી કુલ ર૯ દરવાજા છે. (દરેક દરવાજાની ઉંચાઇ ૬ ફુટ છે.) આમ ૩૪ ફુટની ઉંચાઇમાં ર૮ ફુટ + ૬ ફુટ દરવાજા ઉંચાઇ ૩૪ ફુટ થાય. ભાદર ડેમમાં ગોંડલ, કોટડાસાંગાણી, ઢસા, જસદણ, કુંકાવાવ, વડીયા, બાબરા વગેરે તાલુકાઓમાં વરસાદ પડે એટલે ભાદર ડેમમાં પાણી આવે છે. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:18 pm IST)