સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

સુરેન્દ્રનગર જિ.માં ૨૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટીક વાપરવા પ્રતિબંધ

સુરેન્દ્રનગર,તા.૨૩:સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેર આરોગ્યની જાળવણી માટે પ્લાસ્ટીક નિયમો હેઠળ પુનઃપ્લાસ્ટીકમાંથી ઉત્પાદિત થયેલ થેલી કે ભરવાના સાધનો (કન્ટેઇનર)ના ઉપયોગ, ખાધ સામગ્રીના સંગ્રહ માટે કે લાવવા લઇ જવા કે પેકીંગ કરવા તેમજ ૨૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટીકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં ખાધ સામગ્રીના ઉપયોગમાં પ્લાસ્ટીકની કોથળી (કન્ટેઈનર)નો ઉપયોગ કરવા તથા ૨૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટીકની કોથળી /પ્લાસ્ટીક કોઈપણ સંજોગોમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

ખાધ સામગ્રીના ઉપયોગમાં લેવાની તમામ પ્લાસ્ટીકની કોથળી કે થેલી તથા અન્ય પ્રકારના પ્લાસ્ટીકનાં પેકીંગ પર કયા પ્લાસ્ટીકમાંથી બનાવેલ છે, તે બેગ, થેલી કે પેકીંગના ઉત્પાદકે આવશ્યક રીતે છાપવાનું રહેશે. આ બાબત છાપવામાં આવેલ છે કે કેમ તેની ચકાસણી વપરાશકર્તાઓએ કરી  કોથળી/થેલી કે પેકીંગનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે જરૂરી ખાત્રી કર્યા સિવાય વાપનારાઓ પણ ઉત્પાદક જેટલા જ જવાબદાર ગણાશે.

આ હુકમનો ભંગ ઉલ્લંધન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(12:17 pm IST)