સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

માંગરોળ અને કેશોદ પંથકમાં જુગાર દરોડા-ર૦ જુગારી શખ્સોની ધરપકડ

રોકડ સહિત રૂ.પ૮ હજારનો મુદામાલ કબ્જે

જુનાગઢ, તા. ર૩ : માંગોળ અને કેશોદ પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ર૦ જુગારી શખ્સોની રૂ. પ૮ હજારની વધુના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

માંગરોળના સુલતાનપુર ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ આર.જે. રામે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે ભરત જીવા ચાવડા, બાબુ પાલાભાઇ ચાવડા, દિનેશ લાખાભાઇ  ડોડીયા, નાથા ગોવિંદ ચાવડા સહિત ૧૪ જણાને રૂ. ૧૧,પ૬૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

આ ઉપરાંત કેશોદના પોલીસ જમાદાર પી.જે. ડાભીએ પાડોદર ગામની સીમમાં કમલેશ ખીમાભાઇ શામળાના ખેતરના શેઢે લેમ્પના અજવાળે જુગાર રમતા કમલેશ શામળા, કરશન વીરા શામળા, પરબત કળાભાઇ સોલંકી સહિત છ શખ્સોને રૂ. ૪૭ હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે.

(12:17 pm IST)