સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

જેતપુરમાં જેસીઝ સપ્તાહ ઉજવણીની પુર્ણાહુતી

 જેતપુર : ૧૦૦ થી વધુ સેવાકીય લોકો ઉપયોગી પ્રોજેકટોની હારમાળા સર્જી ઇન્ટરનેશનલ જેસીઝના આ પર્વની પુર્ણાહુતી દબદબાભેર યુવા પ્રમુખ કલ્પેશ પટેલે કરી  હતી. શાનદાર સપ્તાહની આસી બનવા ઝોન ૭ના ગૌરવવંતા સુપ્રિમો સતીષ કોયાણી, મીઠા સ્વરના માલીક વૈષ્ણવ સંપ્રદાયના પૂર્વ ઝોન પ્રમુખ મનીષ ધ્રુવ, યુવા નેતા પ્રશાંત કોરાટ, પૂર્વ જોન ઓફીસર નિતીન વસાણી તથા હાસ્ય કલાકાર હરદેવભાઇ આહિર, કોર્નર સ્પીકર તરીકે ઉપસ્થિત હતા. જેસી વીકના ચેરમેન વિષ્ણુ બુટાણી તથા તેની ટીમની મો ફાટ સરાહના કરી હતી. જેતપુર પંથકમાં નિઃસ્વાર્થ સેવાના ઓજસ પાથરી રહેલ જોષીબાપા (વૃધ્ધાશ્રમ) અનામી ડેડબોડીને અંતીમ મંજીલે પહોચાડવાનુ કપરૂ કામ કરી રહેલ હારૂનભાઇ રફાઇ, નગર સેવક ઉમેશ પાદરીયા તથા ફરજ નિષ્ઠામાં સુપરહીટ એવા પોલીસમિત્રો સન્માનપત્રક આપી સન્માનીત કરાયા હતા તો પુર્વ ઝોન પ્રમુખ મનીષ ધ્રુવ દ્વારા વ્યસન મુકિત અંગે પ્રકાશ પડાયો હતો. જેસીઝ પ્રમુખ કલ્પેશ પટેલ દ્વારા ટ્રાફીક અવેરનેશ કરાયુ હતુ. સમારંભની પુર્ણાહુતી તથા સન્માનની તસ્વીર.

(12:14 pm IST)