સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં રેતી ભરેલો ટ્રક ખૂંચી ગયો

 ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ચોમાસામાં રોડની પરિસ્થિતિ નબળી બની ગઈ છે. ત્યારે એક રેતી ભરેલ ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ સોસાયટીના રોડની હાલત એકદમ ખરાબ હોવાથી ટ્રક ખૂંચી ગયો હતો આ એક વાર નથી આવું ઘણીવાર આ સોસાયટીમાં બનતું રહે છે. અને રોડમાં ટ્રકો ખૂંચતા રહે છે. જયારે રાહદારીઓને આવવા જવા માટે પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સોસાયટીના સ્થાનિકો રોડ બાબતે દ્યણી વખત જવાબદાર તંત્રને રજૂઆતો કરી ચૂકયું છે. ત્યારે હજુ સુધી રોડની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ વિસ્તારના સ્થાનિક ગંભીરસિંહ વાળાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી રોડની પરિસ્થિતિ કંઈ ફેરફાર થયો નથી સ્થાનિકોને રોડ બાબતે જવાબદાર તંત્ર પાસે હાથ જોડવા જવું પડે છે. તો પણ જવાબદાર તંત્ર કોઈને જવાબ આપતું જ નથી. અને રોડ બનાવવામાં ભેદભાવ કરે છે. ત્યારે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્રની આંખ ઉદ્યડશે કે નહી.

(12:12 pm IST)