સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

સાવરકુંડલા તાલુકાની સેવા દૂધ, શરાફી સહકારી મંડળીઓ માટેનો તાલીમ વર્ગ

રાજુલા તા.૨૩ : ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્વયે અમરેલી જીલ્લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે સાવરકુંડલા તાલુકાની સેવા દૂધ શરાફી મંડળીઓના મંત્રી મેનેજરશ્રીઓ અને કર્મચારીઓ માટેનો ૨૮ દિવસીય સહકારી મંત્રી મેનેજર તાલીમ વર્ગનો ઉદઘાટન સમારંભ સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના સભાખંડમાં જીલ્લા સંઘના અધ્યક્ષ મનીષભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં તેમજ સહકારી અગ્રણી ગુજ કો.ના ડિરેકટર માલાણીના અધ્ય્ક્ષસ્થાને તેમજ અમરેલી જીલ્લા સ.હ.ની.વે.સંઘના અધ્યક્ષ જયંતીભાઇ પાનસુરીયા, મનજીભાઇ તળાવીયા, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન તેમજ તાલુકા સંઘનો ડીરેકટર શરદભાઇ પંડયા, નાગરીક બેંકના પૂર્વ ચેરમેન  ભાવનાબેન ગોંડલીયા, જીલ્લા સંઘ અમર ડેરી અને મધ્યસ્થ બેંકના ડે.કલેકટરશ્રી અશ્વિનભાઇ ઉપાધ્યાય સાવરકુંડલા નાગરીક બેંકના વાઇસ ચેરમેન અમરેલી જીલ્લા સંઘના ડીરેકટરો સુનીલભાઇ સંઘાણી, ધીરૂભાઇ વાળા, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ, અમરેલી મધ્યસ્થ બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, અમર ડેરીના જનરલ મેનેજર ધાર્મિકભાઇ રામાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાઇ ગયો.

કાર્યક્રમની શૂભ શરૂઆત સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપપ્રાગટય  દ્વારા કરવામાં આવી ત્યારબાદ વિવિધ મંડળીઓના યુનિયન તેમજ દિપકભાઇ માલાણી દ્વારા જીલ્લા સંઘના અધ્યક્ષ મનીષભાઇ સંઘાણી શાલ ઓઢાડી સન્માન કરાયુ ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છની સ્વાગત કરાયુ હતુ.

આ તાલીમ વર્ગમાં ૬૫ જેટલા વિવિધ મંડળીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. અંતમાં તેમજે રાજય સંઘનું પ્રમાણપત્ર એનાયત કરાશે. તાલુકા સંઘના મેનેજર રાજુભાઇ મલાણી અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે.

આ સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન અમરેલી જીલ્લા સહકારી સંઘના સી.ઇ.આઇ એસ.પી.ઠાકરે કરેલ છે.

(12:12 pm IST)