સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

અમરેલી જિલ્લાના હોટલ- લોજ ગેસ્ટ હાઉસ માલીકોએ પથિક સોફટવેર અમલી બનાવવો

જિલ્લાના મતદારોને મતદાર યાદીમાં સુધારા વધારા કરવા ૧૫ ઓકટો.ની ડેડલાઇન

અમરેલી તા. ૨૩:  જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્ત મુજબ પથિક ( હોટેલમાં રોકાતા યાત્રીકોની માહિતી દર્શાવતા)સોફટવેરની વેબ ડિઝાઈન કરવામાં આવેલ છે. આ સોફટવેરનું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે સર્વર કાર્યરત છે. આ સોફટવેરમાં હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતીની હોટલ ખાતેથી ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીકયોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે.

આ સોફટવેર ઈન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલ રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ પાસવર્ડ આપતા જ હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઇ જાય છે. સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે બહુમાળી ભવન, એ બ્લોક, પ્રથમ માળ રૂમ ૧૦૨, એસ.ઓ.જી, શાખા ખાતેથી હોટલ સંચાલક/માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાના રહેશે.

પથિક સોફટવેરના અમલીકરણનું મુખ્ય કારણ સાંપ્રત સમયમાં બનતા ગુન્હા,આતંકવાદી દ્યટનાઓન ેઅટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા સાચવવાના સંજોગોમાં તમામ હોટલોને એક સાથે એક કરવાની મેન્યુઅલી કામગીરીને પહોંચી વળવાનું છે. રાજયના તમામ શહેર અને જિલ્લા ખાતે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે તો આંતરરાજય તેમજ આંતર જિલ્લાના ગુન્હેગારો તેમજ આતંકવાદ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય. તેમજ ગુન્હાઓને શોધવા માટે સમગ્ર રાજયની પોલીસ સંકલનમાં રહી ખૂબજ ઓછા સમયમાં પરિણામલક્ષી કામગીરી કરી શકે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલી સત્ત્।ાની રૂએ હુકમ કરેલ છે કે જિલ્લામાં આવેલ તમામ હોટલો,લોજ,ગેસ્ટ હાઉસ અને અન્ય જગ્યા ઉપર જે માણસો આવીને રોકાણ કરે છે તેમના નામ, સરનામા, મોબાઈલ/ફોન નંબર ઉપરાંત જે મુસાફરો રાત્રિ રોકાણમાં આવે છે તે જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર,વાહન રજીસ્ટ્રેશન નંબર તથા પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબની તમામ વિગતો તેમજ તેમની ઓળખાણના પુરાવા મેળવી તેની નોંધ પથિક સોફટવેરમાં ઓનલાઈન ચઢાવવાની રહેશે. આ હુકમનો અમલ ૧૪ નવેમ્બર ૨૦૧૯ સુધી ચુસ્તેપણે કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 મતદાર યાદીમાં નામ સુધારવા

અમરેલી : ભારત સરકારના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૦ લાયકાત તારીખની મતદારયાદી સુધારણા કાર્યક્રમ પૂર્વે તા.૦૧-૦૯-૨૦૧૯ થી તા.૧૫-૧૦-૨૦૧૯ દરમ્યાન EVP (મતદાર ચકાસણી કાર્યકમ) રાખવામાં આવેલ છે. જેમાં મતદારો પોતાનું તથા પોતાના કુટુંબોના નામની ખરાઈ કરાવી શકશે. VOTER HELPLINE APPLICATION ડાઉનલોડ કરીને, ONLINE-NVSP.IN પોર્ટલ પર અથવા ગ્રામ કક્ષાએ ગ્રામપંચાયત કચેરી ખાતે VCE તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર/નગરપાલીકા કચેરી/સીવીક સર્વીસ સેન્ટર/CSC તથા પ્રાંત કચેરી અમરેલી ખાતે પોતાના નામની ખરાઈ કરાવી શકશે. તેમજ BLO દ્વારા દ્યરે દ્યરે ફરીને કુંટુંબના તમામ મતદારોની ખરાઈ કરવામા આવશે. તેમજ તેમાં ભુલ હોય તો સુધારા માટે આધાર/પુરાવા આપવાના રહેશે અને ખરાઈ કરવા માટે BLO ને આધાર/પુરાવા આપવાના રહેશે. ચૂંટણીપંચના મતદાર ચકાસણી કાર્યક્રમને સફળ બનાવવા અને સહભાગી થવા માટે તમામ રાજકીય પક્ષોના કાર્યકરો તથા સામાજીક કાર્યકરોને જેમ બને તેમ વધુમાં વધુ લોકોના નામોની ચકાસણી થાય તે માટે નિયત સ્થળો પર જઈ ચકાસણી કરવા મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.(૨૨.૧૦)

(12:11 pm IST)