સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ગારીયાધાર સામુહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારીથી ગર્ભવતી મહિલાએ બાળક ગુમાવ્યું: પોલીસમાં અરજી

ગારીયાધાર તા.૨૩: સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગંભીર બેદરકારીના પાપે મધ્યમવર્ગી ગર્ભવતી મહિલાએ પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે સ્ટાફ નર્સની સામે ગર્ભવતી મહિલાના પતિ દ્વારા પોલીસ કાર્યવાહિ માટે અરજી આપવામાં આવી છે.

ગારીયાધાર પોલીસ મંથકમાં ગર્ભવતી મહિલાના પતી કલાભાઇ ડાયાભાઇ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં તેમની પત્નીને સંતાનનો જન્મ થવાનો તે માટે તા.૧૯-૯-૧૯ના બપોરે પ્રસુતીનો દુઃખાવો થયો હોય જેને લઇ જવામાં આવેલ જયાં સીએચસી ખાતે ડીલવરી રૂમમાં લઇ ગયેલા અને ''ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધેલ છે પણ ડીલવરીની વાર લાગશે તેવું કહેલ''.

બપોેરે ૨ કલાકની વાતને સાંજના ૭ વાગ્યા સુધી કોઇ કાર્યવાહિ કર્યા વગર સમય પસાર કરી દેવા તાત્કાલીક બીજે લઇ જવાનું જણાવેલ જેથી ગારીયાધાર ખાનગી દવાખાને લઇ ગયેલ જયાં હાજર ડોકટરે તપાસ કરી મોડુ થઇ ગયાનું જણાવેલ અને બાળક બચવાની શકયતાઓ નહી હોવાનું જણાવવામાં આવેલ ત્યારબાગ તાત્કાલીક ધોરણે ભાવનગર સરટી હોસ્પીટલ જતાં આગળ ડીલવરીમાં જન્મેલા બાળકને વહેલી સવારે મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

(12:09 pm IST)