સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

કોંગ્રેસ સૌને સાથે રાખીને દેશની અખંડિતતા માટે સમર્પિતઃ શકિતસિંહ ગોહિલ

ભાવનગરના ''સાંઢીડા મહાદેવ'' મંદિરે ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતીની બેઠક યોજાઇ

પુરાતન શિવમંદિર ''સાંઢીડા મહાદેવના દર્શન કરીને શકિતસિંહ ગોહિલે ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓએ બેઠકમા સંબોધન કર્યુ હતુ.

ભાવનગર તા.૨૩: કોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત રહેલ છે. આમ સાંઢિડા મહાદેવ ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠકમાં શ્રી શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતુ.

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિસ્તૃત કારોબારી તથા સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારી બેઠકમાં રાજયના વિરોધપક્ષના પૂર્વ નેતા અને બિહારમાં પ્રભારીની જવાબદારીમાં રહેલ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શકિતસિંહ ગોહિલે વર્તમાન સરકારની નિફળતાની વાત સાથે કોંગ્રેસએ પક્ષ નહિ પરિવારની ભાવના ધરાવે છે તેમ જણાવ્યુ, કોંગ્રેસ સૌને સાથે રાખી દેશની અખંડિતતા માટે સમર્પિત રહેલ છે. કોંગ્રેસ સત્તામાં હતો ત્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક સતામાં પ્રથમ ક્રમે રહેલ આજે જેઓ ભાજપમાં છે તેઓ કહે છે કે, કોંગ્રેસે આટલા વર્ષો શું કર્યુ? આ પ્રશ્ને શ્રી ગોહિલે કહ્યુ કે આજે ભાજપમાં તેના બાપદાદા એ વર્ષોમાં કોંગ્રેસ સાથે જ હતા, તેમને બુધ્ધિ નહિ હોય? તેઓએ નેતાઓને કાર્યકર બની સમાજ સેવામાં કાર્ય કરવા ટકોર કરી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ રાઠોડે કોંગ્રેસ પક્ષ વિચારદાધાનો પક્ષ છે તેમ જણાવી કાર્યકર્તા હોદેદારોને લોકોની અપેક્ષા પુરી કરવા માટે સભાન રહેવા જણાવ્યુ.

ભાવનગર જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ શ્રી નાનુભાઇ બાધાલા, ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ મારૂ તથા શ્રી કનુભાઇ બારૈયા, માજીધારા સભ્ય શ્રી કનુભાઇ કળસરિયા, શ્રી મેહુરભાઇ, શ્રી નિતાબેન રાઠોડ, શ્રી જગદીશ જાઝડિયા, શ્રી નાનુભાઇ ડાંખરા, શ્રી કાંતિભાઇ ચૌહાણ તથા શ્રી બાબુભાઇ સોસાએ કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાઓને એક બની સરકાર સામે સમસ્યાઓની રજુઆત માટે સક્રિય રહી કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા હાકલ કરી હતી.

શ્રી રણધીરસિંહ ગોહિલના સંચાલન સાથે પ્રારંભે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગોકુળભાઇ સ્વાગત ઉદબોધન કરેલ.

કોંગ્રેસ કારોબારી અહેવાલ વિગતો વગેરે કાર્યવાહિ થઇ હતી. અહિ અગ્રણીઓ પ્રભારી શ્રી મહેન્દ્રસિંહ પઢારિયા સાથે શ્રી લાલભા ગોહિલ, સંજયસિંહ સરવૈયા, જીવરાજભાઇ ગોધાણી, શ્રી કિશોરસિંહ ગોહિલ, શ્રી સંજયસિંહ માલપીર, શ્રી અમિતભાઇ સહિત જિલ્લાભરના હોદેદારો કાર્યક્રર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતિ તથા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની ૭૫મી જયંતિ ઉજવણી માટે કાર્યક્રમ ઘડાયા હતા

(12:08 pm IST)