સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

મોટીમારડ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન શોભાનો ગાંઠીયો : કયારેય ખુલતું જ નથી

ઉચ્ચ કક્ષાએ રજુઆત છતા પરિણામ શૂન્ય : નાગરિકોને કાયદાનું પાલન શીખવાડનાર ખુદ જ કાયદો નથી પાળતા...

મોટીમારડ, તા. ર૩ : ધોરાજી તાલુકાના મોટીમારડ ગામનું આઉટ પોસ્ટ પોલીસ છેલ્લા ઘણા સમય થયા ખુલ્યું જ નથી.

મોટીમારડ ગ્રામજનો વતી આ બાબતે ઘણીવાર રજુઆત કરવામાં આવી છતાં પણ મોટીમારડ આઉટ પોસ્ટ પોલીસ શોભાના ગાંઠીયા સમાજ થઇ ગયું છે અલીગઢી લાગેલા તાળા ખુલતા નથી. ઠેર ઠેર ધૂળના થર ઝાડી, ઝાંખરા ઉગી નીકળેલ છે.

પાટણવાવ પીએસઆઇ સાથે ટેલિફોનિક વાત થતાં તેમણે જણાવેલ કે મોટીમારડ ઓ.પી. ૧૧-૦૦થી ૧-૦૦ ખુલ્લુ રહે છે. આ વાતને પણ ઘણા દિવસ થઇ ગયા, પરંતુ ૧૧-૦૦થી ૧-૦૦ પણ નથી ખુલતું. હકીકત શું છે તે ખબર નથી પડતી, શું નીચલો સ્ટાફ અધિકારીની વાત નથી માનતા કે પછી ઉચ્ચ અધિકારીઓને પ્રજાના રક્ષણની જવાબદારીની ફેંકા ફેકી જ કરવી છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

(11:54 am IST)