સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

હળવદ બાળકો દ્વારા માટી કલાનું નિરીક્ષણ

હળવદઃઆધુનિક યુગમાં બદલાતા સમય સાથે માટી ની વસ્તુ બનાવતા કારીગરો ઓછા થતા જાય છે માટીના પિંડ ને ચકડે ચડાવીનેમાટીમાંથી સુંદર વસ્તુઓ જેવીકે માટલા , ઘોઘા, ગરબા , તાવડી વગેરે બનાવનાર કારીગર કુંભાર પોતાની કલાથીમાટીને નવું રૂપ આપે છે માટીમાથી સુંદર વસ્તુઓ કેવી રીતે બને છે પ્રત્યક્ષ નજરોનજર અનુભવ મળે એવા ઉમદા વિચારોથી મહર્ષિ ગુરુકુળ ના વિદ્યાર્થીઓએ હળવદના પ્રજાપતિ કમલેશભાઈ ના ઘરે જઈ લીધી મુલાકાત માટીના વાસણો કઈ રીતે બને છે માટી માંથી બનતી વસ્તુઓ માટલાઓ તાવડી ગરબા ઘોઘા વગેરે માટીની વસ્તુઓ  બનાવવા માટે કેવી મહેનત કરવી પડે તૈમજ માટી કામ માટે વપરાતા સાધન ચાકડો માટીનો પિંડ તેમાંથી બનાવાતો આકારની વસ્તુઓ નજરે જોઈ માટી માંથી કેવી રીતે વસ્તુ બને છે તે વિશે છાત્રોએ તેમજ શિક્ષકોએ જાણકારી મેળવી હતી( તસવીર- હરીશ રબારી. હળવદ)

(11:52 am IST)