સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

મેંદરડામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન

 મેંદરડાઃ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન જુનાગઢ અને જિલ્લા શિક્ષણ સમિતિ જુનાગઢ પ્રેરિત ૨૦૧૯ના વર્ષનુ મેંદરડાની કુમાર પે.સેન્ટર શાળા ખાતે બ્લોક કક્ષાનું 'વિજ્ઞાન, ગણિત, અને પર્યાવરણ પ્રદર્શન' સંપન્ન થયેલ આ પ્રદર્શનને શાળાની બાળા દ્વારા ખુલ્લુ મુકવામા આવેલ પ્રદર્શનમાં  આશરે ૧૦૦ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ આશરે ૫૦ જેટલી વિજ્ઞાન, ગણિતિક બાબતો અને પર્યાવરણની વિવિધ અસરોને લગતી કૃતિઓ રજુ કરેલ તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લઇ આ કૃતિઓને નિહાળેલ પ્રદર્શનને ટી.પી.ઇ.ઓ.  કારાવાડીયા, બીઆરસીશ્રી સાવલિયા, પરબતભાઇ, કલ્પેશભાઇ, દીપકભાઇ, નિલેશભાઇ, પ્રકાશભાઇ ભંગડિયા, યુનુસભાઇ સોલંકી, ધનંજયભાઇ સાવલીયા, ચંદુભાઇ પાનસુરીયા અને અરવિંદભાઇ ડાંગરએ બીરદાવેલ.  આ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઇ છોડવડીયા, મુકેશભાઇ સુરાણી તથા અન્ય શિક્ષકગણ અને શાળા સ્ટાફ પરિવારે પ્રસંશનીય કામગીરી કરેલ.(તસ્વીરઃ ગૌતમ શેઠ)

(11:49 am IST)