સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ઓખા રેલ્વે સ્ટેશને સફાઇ અભિયાન

ઓખા : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે સંપુર્ણ પશ્ચિમ રેલ્વેમાં ૧૬ થી ૩૦ ડીસેમ્બર ૨૦૧૯ સુધી સ્વચ્છતા સપ્તાહરૂપ સ્વચ્છતા અભિયાન ચલાવાઇ રહ્યુ છે. આ સંદર્ભે ઓખા રેલ્વે સ્ટેશન પર સ્વચ્છ રેલ્વે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ યોજાયેલ. ઓખા હરિહર જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા પરમ પૂજય જગદીશભાઇ શાસ્ત્રીજી તથા ઓખા કેટ નાગરીક સેવા સમિતિ સાથે રેલ્વે સીએમઆઇ દ્વારકાના વિકાસભાઇના માર્ગદર્શનમાં ઓખા રેલ્વેસ્ટેશન પર સ્વચ્છતાના શપથ લીધા હતા અને ઓખા રેલ્વે સ્ટેશન  સાથે રેલ્વે કેન્ટીન પ્લેટફોર્મ અને સ્ટેશનના દરેક વિસ્તારની હાથમાં જાડુ લઇ સફાઇ કરી હતી. આ સફાઇ અભિયાનમાં ઓખા બેટ નાગરીક સમિતિના દિપકભાઇ રવાણી, રમેશભાઇ મજીઠીયા, જીતુભાઇ ગોકાણી, ગોસાઇભાઇ સાથે વેપારી અગ્રણી ડેનીશભાઇ ધોકાઇ, હરેશભાઇ ગોકાણી વગેરે અગ્રણીઓ જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ભરત બારાઇ,ઓખા)

(11:48 am IST)